સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે.

બાળમેળો



બાળમેળો

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ઇડર પ્રેરિત બાળમેળાનું આયોજન મજરા  પ્રાથમિક શાળામાં તારીખ ૨૦/૦૨/૨૦૧૩ ના રોજ કરવામાં આવ્યું. કાગળકામ , ચિટકકામ , રંગકામ , માટીકામ , ગીતસંગીત વગેરે જેવા ૧૦ મુખ્ય વિભાગ પસંદ કરી તેના ૪ પેટા વિભાગો કરવામાં આવ્યા . 

દા.ત.
મુખ્ય વિભાગ 
                      (૧) ચિત્રકામ 
પેટા વિભાગ 
                     (૧) પ્રાણીઓના ચિત્રો 
                     (૨) પક્ષીઓના ચિત્રો
                     (૩) ભૌમિતિક આકારો
                     (૪) ખુલ્લો વિભાગ 
                મુજબ આયોજન કરી  શાળાના ધોરણ ૭ અને ૮ ના વિદ્યાર્થીઓને પેટા વિભાગના સુપરવાઈઝર તરીકેની જવાબદારી સોપવામાં આવી. બાકીના બાળકોના ૨૪ વિદ્યાર્થીઓનું એક ગ્રુપ એમ ૧૦ ગ્રુપ પાડવામાં આવ્યા. જેમાંથી ૮ વિદ્યાર્થીઓનું ગ્રુપ બનાવી પેટા વિભાગમાં પ્રવૃત્તિઓ કરવામાં આવી. સમયાંતરે વિદ્યાર્થીઓ એક ગૃપમાંથી બીજા ગૃપમાં બદલાય તે મુજબ આખો દિવસ બાળકોએ બાળમેળાનો આનંદ માણ્યો. અંતમાં ૪:૩૦ કલાકે પ્રદર્શન ગોઠવવામાં આવ્યું . સમગ્ર દિવસ દરમિયાન શાળાના શિક્ષકોએ ફેસીલીટેટર તરીકે કાર્ય કર્યું .

બાળમેળાની કેટલીક તસવીરો 

































No comments:

Post a Comment