સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે.

પ્રાર્થના સંમેલનનું આયોજન


પ્રાર્થના સંમેલનનું આયોજન

                                                                                                                              દિલીપ પટેલ સી.આર.સી.કો.ઓ.મજરા

વાર
કાર્યક્રમ
ધોરણ
યોગાસન
પ્રાર્થના
સમાચાર
વાર્તાકથન /
પુસ્તકસમીક્ષા
કાવ્ય/
અભિનયગીત
ઘડિયાગાન
આજનુંગુલાબ/
આજનો દિપક
મારો પરિચય
 દિનવિશેષ
સોમવાર
ધો- ૫થી૮
ધો- ૫થી૮
હિન્દી પ્રાર્થના
આંતરરાષ્ટ્રીય
૧ રાષ્ટ્રીય
૨ રાજ્યના
૨ઉત્તરગુજરાત
૧ સ્થાનિક
વાર્તાકથન
કવિતા
ધો- ૫થી૮
સમગ્ર શાળા
મેરા પરિચય
મંગળવાર
ધો-૧ થી ૪
ધો-૧ થી ૪
પ્રાર્થના
વાર્તાકથન
અભિનયગીત
ધો-૧ થી ૪
સમગ્ર શાળા
મારો પરિચય
બુધવાર
ધો-૧ થી ૪
ધો-૧ થી ૪
પ્રાર્થના
વાર્તાકથન
અભિનયગીત
ધો-૧ થી ૪
સમગ્ર શાળા
મારો પરિચય
ગુરૂવાર
ધો- ૫થી૮
ધો- ૫થી૮
PREYAR
STORY
SONG
ધો- ૫થી૮
સમગ્ર શાળા
MY SELF
શુક્રવાર
ધો-૧ થી ૪
ધો-૧ થી ૪
પ્રાર્થના
વાર્તાકથન
અભિનયગીત
ધો-૧ થી ૪
સમગ્ર શાળા
મારો પરિચય
શનિવાર
ધો- ૫થી૮
ધો- ૫થી૮
સંસ્કૃત પ્રાર્થના
વાર્તા
સુક્તય
ધો- ૫થી૮
સમગ્ર શાળા
મારો પરિચય

કેટલીક માર્ગદર્શક બાબતો

(૧) આ આયોજન સંપૂર્ણ છે તેમ માનવું નહી. આમાં ગુણવત્તાયુક્ત સુધારા આવકાર્ય છે.

(૨) પ્રાર્થના સંમેલનનું આયોજન/સંચાલન  બાળકો દ્વારા જ થવું જોઇએ.

(૩) યોગાસન : ફાળવેલ ધોરણ મુજબ પાંચ સાત બાળકો સ્ટેજ પર નમૂનારૂપ યોગ કરશે તેમજ એક બાળક ડ્રમ કે વ્હીસલ દ્વારા કમાન્ડ આપશે તે મુજબ શાળાના તમામ બાળકો યોગ કરશે. યોગાસન પધ્ધતિસર થાય તે જરૂરી છે. (ડાયેટ દ્વારા આપવામાં આવેલી સીડીનો ઉપયોગ કરવો)

(૪) પ્રાર્થના : સોમવારે હિન્દી , ગુરૂવારે અંગ્રેજી પ્રેયર, તથા શનિવારે સંસ્કૃતમાં પ્રાર્થના થાય તેવું આયોજન કરવું (ધો. ૧ થી ૫ ની શાળા માટે અંગ્રેજી,સંસ્કૃત અનુકૂળતા મુજબ)

(૫) સમાચાર : સમાચાર રજૂ કરનાર બાળક આજનું પંચાંગ , તિથી, વાર,તારીખ રજૂ કરશે. સમાચાર ૧આંતરરાષ્ટ્રીય, ૧રાષ્ટ્રીય, ૨ રાજ્યના, ૨ઉત્તરગુજરાતના, ૧ સ્થાનિક એમ પસંદ કરવા.સમાચાર પ્રેરક પસંદ કરવા. સમાચાર વાંચન દરમિયાન સમાચારમાં આવતા અઘરા શબ્દોની સમજ શિક્ષકે આપવી, શક્ય હોય તો જે સ્થળના સમાચાર રજૂ થતા હોય  તે સમયે જ નકશામાં પોઇન્ટર વડે એક બાળક તે સ્થળ દર્શાવે તેવુ આયોજન કરવું.

(૬)વાર્તાકથન: ધોરણ ૧ , ૨ ના બાળકો પાસે વાર્તાકથન તેમજ ધોરણ ૩ થી ૮ ના બાળકો પાસે પોતે વાંચેલ પુસ્તકની ટુંકી સમીક્ષા રજૂ કરાવવી (ગુરૂવારે અંગ્રેજી સ્ટોરી)



(૭) કાવ્ય/અભિનયગીત : કાવ્યગાન / અભિનયગીત સોમવારે હિન્દી, ગુરૂવારે અંગ્રેજી તથા શનિવારે સંસ્કૃતના કાવ્યો અભિનય સાથે રજૂ કરાવવા (ધો. ૧ થી ૫ ની શાળા માટે અંગ્રેજી,સંસ્કૃત અનુકૂળતા મુજબ) જે તે ધોરણના તમામ બાળકો ભાગ લે તે જરૂરી છે.

(૮) ઘડિયાગાન : ઘડિયાગાન સમૂહમાં કરાવવું, તેમજ તેમાં વિવિધતા લાવવી જેથી બાળકોને રસ પડે. દા.ત. તાળી ઘડિયા , ગીત ઘડિયા..... વગેરે

(૯) આજનું ગુલાબ : સ્વચ્છ, સ્વસ્થ,અને પ્રસન્ન બાળકને આજના ગુલાબ તરીકે પસંદ કરવું તેમજ બાળકોને પ્રેરણા મળે તે માટે વિવિધ ટ્રીક અજમાવવી.

(૧૦) આજનો દિપક : શાળાના જે બાળકોનો જન્મ દિવસ હોય તેમને ઉભા કરી જન્મ દિવસની શુભકામનાઓ પાઠવવી. શક્ય હોય તો આ બાળકો પાસે વૃક્ષારોપણ કરાવી તે છોડની જવાબદારી તેમને સોંપવી.

(૧૧) મારો પરિચય : કોઇ એક બાળક તેનો પરિચય આપશે જેમાં શોખ, શું થવુ ગમે, પરિવાર, ગમતી રમત, વિષય વગેરે..... મૌલિકતા જરૂરી છે. સોમવારે હિન્દી, ગુરૂવારે અંગ્રેજી તથા શનિવારે સંસ્કૃત (ધો. ૧ થી ૫ ની શાળા માટે અંગ્રેજી,સંસ્કૃત અનુકૂળતા મુજબ)

(૧૨) દિન વિશેષ : જે તે દિવસે જો કોઇ દિન વિશેષ હોય તો તે દિન વિશેની જાણકારી શિક્ષકે બાળકોને આપવી.

(૧૩) પ્રાર્થના આયોજન નોંધપોથી બનાવવી તેમજ તેમાં જે તે દિવસે રજૂ થયેલ કાર્યક્રમની ટૂંકી નોંધ તેમાં લખવી.

(૧૪) સમાચાર, વાર્તા, અભિનયગીત, મારો પરિચય, પુસ્તક સમીક્ષા વગેરે પ્રોજેક્ટ પેપરમાં લેખિત મંગાવવા જે થી તેના અંક બનાવી શકાય.

(૧૫) વંદે માતરમ, જન ગણ મન , અને પ્રતિજ્ઞાપત્ર માંથી કોઇ એકનું નિયમિત વારાફરથી  ગાન કરાવવું. ( તમામ બાળકો સાવધાન ની સ્થિતિમાં ફરજીયાત ઉભા રહે તે માટે માર્ગદર્શન આપવું )

(૧૫) પ્રાર્થના તથા રાષ્ટ્રીયગીતોના ઉચ્ચારશુધ્ધિ માટે સી.ડી. / કેસેટ સંભળાવવી

પ્રાર્થના સંમેલનની નોધ

વાર
કાર્યક્રમ
ધોરણ
યોગાસન
પ્રાર્થના
સમાચાર
વાર્તાકથન /
પુસ્તકસમીક્ષા
કાવ્ય/
અભિનયગીત
ઘડિયાગાન
આજનુંગુલાબ
આજનોદિપક
મારો પરિચય
દિનવિશેષ
સંચાલન
સોમવાર
 
 
 
 
 
 
 
 
 
 
 
 

નોંધ : ખાનામાં કાર્યક્રમ રજૂ કરનાર બાળકનું નામ અથવા ધોરણ અથવા શું રજૂ થયુ તે નોંધવું. દા.ત. પ્રાર્થના ઓમતતસત , કાવ્યગાન ધો-૭, આજનું ગુલાબ આયુશી ધો-૧,દિન વિશેષ: ૨૮ ફેબ્રુ. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ.  

 

No comments:

Post a Comment