સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે.

પ્રવેશોત્સવ ૨૦૧૩

                   મજરા પ્રાથમિક શાળામાં તા.૧૫/૦૬/૨૦૧૩ ને શનિવાર  ના રોજ સવારે ૮ :૦૦ કલાકે શ્રી આશાબેન શાહ સાહેબ પ્રાંત અધિકારીશ્રી પ્રાંતિજની ઉપસ્થિતિમાં  શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે ગામના સરપંચ શ્રીમતી નીતાબેન પટેલ , ગુજરાત વિધ્યાપીઠ અમદાવાદના શ્રી અશોકભાઇ , નાયબ  મામલતદાર , એસ.એમ.સી.સમિતિના અધ્યક્ષશ્રી તથા સભ્યશ્રીઓ , તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગામના શ્રી શૈલેષભાઇ એ.મિસ્ત્રી તરફથી નવીન પ્રવેશ મેળવતા બાળકોને ૩૦૦૦-૦૦ રૂપિયાની સ્કૂલ બેગ ભેટ આપવામાં આવી. હતી . તેમજ અન્યો તરફથી પણ ૭૦૦૦-૦૦ રૂપિયાની વસ્તું સ્વરૂપની ભેટ આપવામાં આવી હતી. આજરોજ શાળામાં કુલ ૩૨ બાળકોએ નવીન પ્રવેશ મેળવ્યો હતો.
 કુમ કુમ તિલક કરી શાળામાં મહેમાનોને આવકાર
 સ્ટેજ પર ઉપસ્થિત મા.શ્રી આશાબેન શાહ , મહેમાનો તથા એસ.એમ.સી.સભ્યો
 સ્ટેજ પર મા.શ્રી અશોકભાઇ , શ્રીમતી નીતાબેન સરપંચશ્રી , મા. શ્રીમતી આશાબેન શાહ સાહેબ 
પ્રાંત અધિકારીશ્રી પ્રાંતિજ
 શાળાના વિધ્યાર્થી ભાઇ બહેનો
 મા. શ્રી આશાબેન શાહ સાહેબ પ્રાંત અધિકારીશ્રીનું સ્વાગત 
 દિપ પ્રાગટ્ય કરતા મહેમાનશ્રીઓ
 અમે છીએ ગુજરાતી - ગીતનું ગાન કરતી શાળાની બાળાઓ
 નવીન પ્રવેશ કીટ વિતરણ 
 પ્રાસંગિક સંબોધન કરતા સરપંચશ્રી નીતાબેન પટેલ
 પ્રાસંગિક સંબોધન કરતાં મા.પ્રાંત અધિકારીશ્રી આશાબેન શાહ સાહેબ
શાળાના વિધ્યાર્થી ભાઇ બહેનો

No comments:

Post a Comment