સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે.

ગાંધી જયંતિની ઉજવણી

મજરા પ્રાથમિક શાળામાં તા. ૧ ઓક્ટોબર ના રોજ મહાત્મા ગાંધીની જન્મ જયંતિ પ્રસંગે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું જેમાં શાળાના ૪૧૨ જેટલા બાળકો તથા તમામ સ્ટાફ જોડાયો હતો . દિવસની શરૂઆતમાં વૈષ્ણવજન તો તેને રે કહીએ .... પ્રાર્થનાથી કરવામાં આવી . તેમજ ગામમાં રેલી કાઢવામાં આવી તથા ગામના જાહેર સ્થળોએ સફાઇ , વેશભુષા તથા વક્તૃત્વ સ્પર્ધા તેમજ ગુજરાત વિધ્યાપીઠ સાદરા ના સમાજવિધા એકમ ના શ્રી અરવિંદભાઇ તથા તાલીમાર્થી ભાઇ- બહેનો દ્વારા અંધશ્રધા નિવારણના પ્રયોગો કરવામાં આવ્યા. સમગ્ર કાર્યક્રમમાં ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજર રહી પ્રેરણા અને માર્ગદર્શન પુરા પાડ્યા હતા. કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય શ્રી દિલીપ પટેલના માર્ગદર્શન હેઠળ ઉપશિક્ષક શ્રી ઉર્મિલાબેન પટેલે કર્યુ હતું. અંતમાં શાળાના ઉપ શિક્ષકશ્રી ગુણવંતભાઇ સુથાર તરફથી તમામ બાળકોને ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

                            
 






No comments:

Post a Comment