સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે.

Wednesday 11 January 2012

new textbook training at aminpur

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના શિક્ષકો માટે ધોરણ ૧ થી ૮ ના નવીન અજમાયશી

પાઠ્યપુસ્તક વિષયવસ્તુની તાલીમનું આયોજન તા.૭ જાન્યુઆરી થી તા.૧૩ જાન્યુઆરી સુધી બે તબક્કામાં અમીનપુર પ્રા.શાળા ખાતે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ઇડરના સીધા માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું જેમાં શિક્ષકોને નવીન અભ્યાસક્રમના અભિગમની સંપુર્ણ સમજ આપવામાં આવી. તેમજ તાલીમ દરમિયાન જી.સી.ઇ.આર.ટી.ના શ્રી રાઘવજી માધડ,ડાયેટ ઇડરના પ્રિંસિપાલ શ્રી શૈલેષભાઇ બાવા તેમજ શ્રી એમ.જી.ચૌહાણ સાહેબે મુલાકાત લઇ શિક્ષકોને પ્રેરણા તથા માર્ગદર્શન પુરા પાડ્યા હતા. તાલીમ વર્ગનું સંચાલન ડાયેટ ઇડર સી.એમ.ડી.ઇ.વિભાગના શ્રી ભાર્ગવભાઇ ઠક્કર સાહેબે કર્યુ હતું.

No comments:

Post a Comment